Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડમ્પરે બાઈકને અડફેટે લેતાં દંપતિને ગંભીર ઈજા પહોંચી, ચાલક સામે ગુનો દાખલ

  • December 08, 2023 

સંઘપ્રદેશ દમણમાં રાત્રિ દરમિયાન પૂરઝડપે દોડી રહેલા ડમ્પર ચાલકે બાઈક પર જઈ રહેલા એક દંપતીને અડફેટે લીધુ હતું. દંપતીને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની મળતી માહિતી મુજબ નાની દમણ ટેક્સી સ્ટેન્ડ પાસે રહેતા મોહનલાલ જાટ પત્ની પવની સાથે બાઈક નંબર DD/03/L/4754 ઉપર સવાર થઈને ધોબી તળાવથી બીબલોસ માર્કેટ તરફ આવી રહ્યા હતા.



આ દરમિયાન એક ડમ્પર નંબર GJ/16/AW9197ના ચાલકે તેમને અડફેટે લઇ લીધા હતા. બાઈક પર સવાર દંપતી રસ્તા પર ઘસડાઈ જતા તેમને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચવા પામી હતી. ઘટના સર્જાતા રાહદારીઓ એકત્ર થઇ ગયા હતાં. દંપતીને સારવાર માટે દમણ પી.એસ.સી. ખાતે ખસેડાયું હતું. જ્યારે અકસ્માત સર્જાયા બાદ ડમ્પરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ડમ્પરનો ફરાર ચાલક જે ડમ્પર હંકારી રહ્યો હતો એ દમણ પી.ડબલ્યુ.ડી. વિભાગનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application