Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર ચાલકે યુવકને અડફેટે લેતાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો

  • September 13, 2022 

વલસાડનાં મગોદ ગામ પાસે એક કાર ચાલકે યુવકને અડફેટે લેતા ઘાયલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનવ અંગે કાર ચાલક સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં મગોદ ગામે મહા ફળિયામાં રહેતા આનંદભાઈ પટેલ ગતરોજ તેમના મિત્રો સાથે ગણપતિ મંડળનો મંડપ ખોલી રહ્યો હતા.




તે સમયે જયેશભાઈ પટેલ નામનો યુવક ત્યાંથી કોઈક સામાન લઈને પસાર થઇ રહ્યો હતો જેમાં યુવાનોએ તેને જણવ્યું કે, ગણેશ મંડળનો મંડપ ખોલી રહ્યા હોવાથી તમે બીજા રસ્તાથી જાઓ ત્યારબાદ થોડા સમયમાં જયેશનો નાનોભાઈ સુબોધ પટેલ અચાનક હોન્ડા કાર નંબર GJ/15/BB/2418 લઇને ત્યાંથી પુરઝડપે સામેથી આવ્યો અને ફળિયામાં ગણેશ મંડળનો મંડપ છોડી રહેલા ગામના યુવકને અડફેટે લીધો હતો.



જેમાં આનંદભાઈ પટેલને હાથ અને થાપાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ આનંદભાઈને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સુબોધ વિનોદભાઈ પટેલ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application