વલસાડનાં ધરમપુર ચોકડી બ્રિજ પાસે મુંબઈ સુરત ટ્રેક પાસે એક રાહદારી મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. જયારે અકસ્માતને લઈને સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત મહિલાની મદદે દોડી આવ્યા હતા.
વલસાડ સીટી પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વલસાડ શહેર નજીક પસાર થતાં નેશલન હાઈવે નંબર-48 ઉપર ધરમપુર ચોકડી બ્રિજનાં છેડે પસાર થતાં રોડ ઉપરથી વર્ષાબેન હરીશભાઈ પટેલને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતી. જયારે અજાણ્યો વાહમ ચાલક મહિલા સાથે અકસ્માત કરી ફરાર થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક 108 અને વલસાડ સીટી પોલીસનો ટીમને બનાવની જાણ કરવામાં આવી હતો.
વલસાડ સીટી પોલીસે ઘટના સ્થળે પહોંચી ચેક કરતા મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અજાણ્યા વાહન ચાલકની અડફેટે આવ્યા બાદ મહિલાની લાશ હાઇવે ઉપર વિખેરાયેલી પડી હતી. વલસાડ સીટી પોલીસની ટીમે ચેક કરતા મહિલાનાં પર્સમાંથી એક વર્ષાબેનનો આધાર કાર્ડ મળ્યો હતો જેને આધારે વર્ષાબેનનાં પરિવારના સભ્યોની શોધખોળ હાથ ધરી આગળની તપાસ હાથ ધરાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500