વલસાડ સીટી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે સંઘપ્રદેશ સેલવાસથી એક ટ્રાન્સપોર્ટનાં પીકઅપ ટેમ્પોમાં પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જે મળેલ બાતમીના આધારે સીટી પોલીસના જવાનોએ ધરમપુર ચોકડી પાસે બાતમી વાળા પીકઅપની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળો પીકઅપ ટેમ્પો આવતા પીકઅપને અટકાવી ચેક કરતા શ્રી ગણેશ ટ્રાન્સપોર્ટમાં પાર્સલની આડમાં સેલવાસથી સુરત લઈ જવાતો કુલ 900 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જોકે દારૂનાં જથ્થા સાથે પીકઅપ ચાલક અને ક્લીનરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મળતી મહિતે મુજબ, વલસાડ સીટી પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાંથી એક પીકઅપ નંબર MH/04/KF/8822માં શ્રી ગણેશ ટ્રાન્સપોર્ટમાં પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો સુરત લઈ જઈ રહ્યા હોવાની બાતમી વલસાડ સીટી પોલીસના જવાનોને મળી હતી. જે મળેલ બાતમીનાં આધારે વલસાડ સીટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી પાસે બાતમીવાળા પીકઅપની વોચ ગોઠવી હતી.
જે દરમિયાન બાતમી વાળો પીકઅપ ટેમ્પો આવતા તેના ચાલકને પીકઅપ ટેમ્પો અટકાવવાનો ઇશારો કરતા પીક અપના ચાલકે પીકઅપ અટકાવ્યો હતો. વલસાડ સીટી પોલીસના જવાનોએ પીકઅપમાં ચેક કરતા પાર્સલના થેલાઓની આડમાં 900 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત 1.42 લાખનો જથ્થો વિદેશી દારૂનો જથ્થો સીટી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની સાથે ચાલક અને ક્લિનરની પ્રાથમિક પૂછપરછ કરી છે. વલસાડ સીટી પોલીસે 900 બોટલ દારૂનો જથ્થો અને શ્રી ગણેશ ટ્રાન્સપોર્ટનો પીકઅપ ટેમ્પો મળી કુલ 4.42 લાખનો મુદ્દામાલ કબજે કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500