વલસાડમાં આવેલ ધોબી તળાવ વિસ્તારમાં રહેતા બે પરિવારનાં સભ્યો વચ્ચે જૂની અદાવતમાં બંને પક્ષે મારામારી થઈ હતી. જોકે બંને પક્ષ વચ્ચે થયેલી મારમારીમાં કુલ પાંચ વ્યક્તિઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, વલસાડનાં ધોબી તળાવ વિસ્તારમાં રહેતા શિનુભાઈ ભંડારી અને દેવજી માલિયા પરિવાર વચ્ચે જૂની અદાવતમાં મારામારી થઈ હતી. જોકે માલિયા પરિવારનાં સભ્યને શીનું ભંડારીની દીકરીએ જાહેરમાં ગાળો આપીને ઝાપટ મારી હોવાના આક્ષેપ ભંડારી પરિવારે લગાવ્યા હતા અને જૂની અદાવતને લઈને એક ટોળું થઈને શીનું ભંડારીનાં ઘરે પહોંચ્યા હતા.
જ્યાં શીનું ભંડારી અને ગણેશ ભંડારી તથા તેના પરિવારનાં સભ્યોને માર મારવામાં આવ્યો હતો. જેમાં લોખંડના સળિયા, સ્ટમ્પ, બેઝબોલ સ્ટ્રીક લઈને અશોક, પ્રહલાદ અને શૈલેષ માલિયા આવી પહોંચ્યા હતા અને ભંડારી પરિવારનાં સભ્યોને મારમાર્યો હતો. જોકે આ મારામારીમાં બુમાબુમ થતા ઇજાગ્રસ્તો અને હુમલા ખોરો ભાગી છૂટ્યા હતા. જયારે ભંડારી પરિવારનાં સભ્યોએ ઇજાગ્રસ્ત શીનું ભંડારી અને તેના દીકરા ગણેશ ભંડારીની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે વલસાડ સીટી પોલીસ જવાનોને જાણ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500