મુંબઈ નાલાસોપારા ખાતેની નોકરી ગુમાવી રૂદ્રેશ દિનેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ.32) નાએ ઉદવાડા, ઓરવાડ ખાતે તાપી કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નંબર-1માં તેની પત્ની પ્રિયા સાથે ભાડે રહેતો હતો અને નોકરી છુટી જતા તેની આર્થિક પરિસ્થિતિ નબળી પડી હતી અને નોકરીની તલાશ કરતો હતો અને તેને વાપીની કંપનીમાં નોકરી મળી હતી.
પરંતુ કોરોના કાળના લાંબા સમય બાદ નોકરી જલ્દી ન મળતા તે તેની આર્થિક ભીંસ વધી ગઈ હતી. જેથી સતત તણાવમાં જીવતો હતો. જોકે હાલ તેની પત્ની પિયર મુંબઈ બોરીવલી ખાતે ગઈ ઘરકામની નોકરી ચાલુ હતી. તે દરમિયાન ગત શનિવારનાં રોજ રુદ્રેશે તેના ફ્લેટમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
તેમજ પત્ની પિયર હોવાથી રુદ્રેશ તેના માતા પિતા પારડી શિવ શક્તિ ટાઉનશિપ ખાતે જમવાનું લાવી જમતો હતો અને રુદ્રેશ જમવાનું લેવા ન આવ્યો હોવાથી તેનો નાનો ભાઈ આશ્વિન ઓરવાડ ખાતે તેના ભાઈને ત્યાં આવ્યો હતો અને દરવાજો ખખડાવ્યો બાદ પણ દરવાજો કોઈ ન ખોલતા બારી માંથી જોતા રુદ્રેશ પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500