નવસારીમાં રહેતા એક યુવતીએ ટેટૂ આર્ટિસ્ટ સામે લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધી ગર્ભવતી બનાવીને બળજબરી ગર્ભપાત કરાવ્યાની લેખિત ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ કિસ્સામાં યુવકના કુકર્મની જાણ તેના માતા પિતાને કરાવ ગયેલી યુવતીને તું તો મારા પુત્ર સાથે સબંધ બાંધનાર ૧૮મી છે એમ કહી જાતિ વિષયક ગાળો ભાંડી હતી. મળતી માહિતી મુજબ, નવસારી શહેરમાં રહેતી એક યુવતી એક વર્ષ પહેલા તેની બહેનપણી સાથે ટેટૂ પડાવવા માટે ગઇ હતી.
જે વખતે ટેટૂ આર્ટિસ્ટે તેમની પાસેથી મોબાઇલ નંબર લઈ લીધો હતો. શહેરમાં ટેટૂ આર્ટિસ્ટ તરીકે જાણીતા યુવકે યુવતીને વારંવાર મેસેજ કરી મારી પત્ની સાથે લગ્ન જીવન સારૂં નથી. હું છૂટાછેડા આપવાનો છું. હું તારા સાથે લગ્ન કરીશ તેમ કહી પ્રેમ સબંધમાં ફસાવ્યા બાદ તેની કાર, સ્ટૂડિયો અને હોટલોમાં લઈ જઈ અનેક વખત શરીર સબંધ બાંધ્યા હતાં. જેમાં યુવતીને ગર્ભ રહી જતા મારા હજુ છૂટાછેડા થયા નથી અને તુ ગર્ભ નહીં પડાવે તો હું લગ્ન નહીં કરીશ. એવી ધમકી આપી બળજબરી ગોળીઓ ખવડાવી તેમજ ખાનગી હોસ્પિટલમાં લઇ જઈ ગર્ભપાત કરાવી નાંખ્યો હતો.
યુવકનાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીએ ટેટૂ આર્ટિસ્ટના ઘરે જઇ તેના માતા પિતાને ફરિયાદ કરતા તેઓએ પુત્રના કુકર્મને છાવરવાનો પ્રયાસ કરી તુ તો મારા પુત્ર સાથે સબંધ બાંધનારી ૧૮મી છે. તારા જેવી નીચ જાતિની યુવતીને ઘરમાં કામે પણ નહીં રાખીએ તેમ જણાવી જાતિ વિષયક ગાળો આપી અપમાનીત કરી હતી. બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ટેટૂ આર્ટિસ્ટ અને તેના માતા પિતા સામે લેખિત અરજી આપી ન્યાયની માંગણી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500