વલસાડ એલ.સી.બી.એ ચણવઇ ઓવરબ્રિજ પર વોચ દરમિયાન એક ટેમ્પોને ઝડપી તલાશી લેતાં ટેમ્પામાંથી રૂપિયા 5.79 લાખનો દારૂનાં મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે આ માલ વાપીના ચણોદમાં રહેતા એક ઇસમે ભરાવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, વલસાડનાં પારનેરા પાસે ચણવઇ ઓવરબ્રિજ નજીક પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન એક આઇશર ટેમ્પો આવતા ટ્રાફિક રોકી ટેમ્પોને સાઇડમાં લઇ ચેક કરતા ટેમ્પામાંથી 4728 નંગ બોટલો મળી આવી હતી. જયારે પેકેજિંગ બોક્ષના આડમાં સંતાડેલો રૂપિયા 5.79 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે 1 નંગ મોબાઇલ તથા રૂપિયા 40 હજારના પેકેજિંગ પુઠ્ઠાના બોક્ષ નં.2000 મળી કુલ રૂપિયા 11.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક જાવેદ અનબી શેખ (રહે.ગોકુળનગર,વાપી) નાની ધરપકડ કરી હતી. જયારે દારૂનો મુદ્દામાલ વાપી ચણોદ પંચાયત પાછળ રહેતા જિતેશ ઉર્ફ બિલ્લા નટુભાઇ પટેલે સેલવાસથી ભરાવતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application