Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં સોનાબેન પ્રદિપકુમાર લાપતાં

  • June 15, 2022 

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધાના વર્ધમાન એપાર્ટમેન્ટ્ના ફ્લેટ નં.B/313 ખાતે રહેતા મૂળ રહેવાસી બિહારના મધુબની જિલ્લાના રાજનગર તાલુકાના રામપટ્ટી ગામના સોનાબેન પ્રદિપકુમાર અવધનારાયણ ઝા તા.૩૧/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી કોઈને  કંઈ પણ કહ્યા વગર કોઈ અગમ્ય કારણસર જતા રહ્યા હતા.



જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૨૭ વર્ષ, ઊંચાઇ ૫ ફૂટ ૬ ઈંચ, રંગે ઘંઉવર્ણ, મજબૂત બાંધો અને જમણી આંખની પાંપણ ઉપર કાળા તલનું નિશાન છે. તેણીએ લાલ કલરનું ટી-શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે. જે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા મહિલાની જો કોઇને ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application