Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એન્જિનિયરિંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો યુવક ગુમ થતાં પોલીસ ફરિયાદ

  • June 15, 2022 

પારડીનાં ઓરવાડ ગામે સારણ રોડ પર નિલકંઠ પાર્કમાં રહેતા સુભાષ છીતુભાઈ કોળી પટેલનો વલસાડ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય દીકરો નિશિથ સુભાષભાઈ પટેલ ગત સોમવારે કોલેજમાં જાવ છું કહી ઘરેથી નીકળ્યો હતો. પરંતુ સોમવારે સુભાષભાઈ વાપીની કંપનીમાં ફરજ પર હતા ત્યારે દીકરો નિશિથના બગવાડા રહેતા મિત્ર પ્રિન્સે ફોન કરી નિશિથ વિશે પૂછ્યું હતું તો કોલેજ ગયો હોવાનું કહ્યું હતું.



પરંતુ તે કોલેજ પર ન આવ્યોનું પ્રિન્સે કહેતા તેના પિતા ચિંતિત બન્યા હતા અને ઘરે ફોન કરી તપાસ કરતા પરિવારે નિશિથ કોલેજ જવા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ નિશિથ કોલેજનો સમયપૂર્ણ થયા બાદ પણ પરત આવ્યો ન હતો. જેથી પરિવાર જનોએ તેનો ફોન કરતા તે રિસીવ ન કરતો હોય નિશિથમને પરિજનોએ ઉદવાડા રેલવે સ્ટેશન, અતુલ, પાર નદી, તિથલ અને વાપી સહિતનાં વિસ્તારમાં શોધી આવ્યા હતા છતાં કોઇ પત્તો ન લાગતા પારડી પોલીસ મથકે સમગ્ર બાબત જણાવી દીકરો ગૂમ થાયોની ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application