વલવાડા નેશનલ હાઈવે પર મુંબઈથી સુરત જતા માર્ગ સવારે સ્કોપિયો ચાલકે ટ્રેલરને ઓવર ટ્રેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક પતિ અને બે પુત્રીને ઈજા પહોચી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ વાપીનાં હાલ કાંદીવલી ખાતે રહેતા નિશીથ મનોજકુમાર પંચોલી ગત તા.23મી ઓક્ટોબરનાં રોજ સવારે 4.30 કલાકે એમની સ્કોપીયો કાર નંબર MH/05/CM/8045માં પત્ની થૈકારી, પુત્રી સોમ્યાં (ઉ.વ.13) અને જીયા (ઉ.વ.10) નાને લઈ અમદાવાદ એમના ઘરે અને સગાસંબંધીને મળવા દિવાળી રજામાં નીકળ્યા હતા.
જોકે સવારે 7 કલાકે ભીલાડ ક્રોસ કરી સવારે 7.30 કલાકે વલવાડા રોયલ હબ ઈન્ડસ્ટ્રીઝ એરિયાની સામે ત્રીજા ટ્રક અને પ્રથમ ટ્રેક વચ્ચે ચાલતા ટેલર વચ્ચેથી પસાર થઈ આગળ જતા ટેલર નંબર GJ/16/AU/8440 ને ઓવર ટ્રેક કરવા જતાં ટ્રેલરનું પાછળનું કારને અડી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક નીશિલ મનોજ પંચોલી (ઉ.વ.42) નાને હાથમાં ઈજા પોહચી હતી. જ્યારે બંને પુત્રીને ગુપ્ત માર તથા ઈજા પોહચી હતી અને કારમાં આગળની સીટ પર બેઠેલી પત્ની થૈકારીને માંથાનાં ભાગે ગંભીર ઈજા પોહચતા સારવાર માટે વાપી ચલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે નિશીથ પંચોલીએ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application