વલસાડનાં દાદરા ગામમાં ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાંથી કેટલાક ઉદ્યોગો દ્વારા ખુલ્લેઆમ કેમિકલવાળું પ્રદૂષિત પાણી નજીકમાંથી પસાર થતી નહેર અને ગટરમાં છોડવામાં આવતું હતું. જે અંગે જાણ થતા દાદરા પંચાયતના તલાટી અને મંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કંપનીઓ હકીકત સાચી જણાતા પ્રદૂષણ ઓકતી 10 કંપનીઓ અને 20 ઔદ્યોગિક ગાળાને નોટિસ ફટકારી હતી. જેમાં જણાવેલ કે, બીજી વખત આ રીતે ગંદુ અને કેમિકલવાળું પાણી છોડતા દેખાશે તો તેઓનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે અને વધુમાં કંપનીઓને તાત્કાલિક આ ગંદા પાણી માટે બીજી વ્યવસ્થા કરવા માટે જણાવ્યુ હતું. દાદરા પંચાયતના મંત્રીએ અગાઉ પણ ચાલીઓ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application