વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાનાં ચીવલ રોડ પર એક મકાનમાં પોલીસે બાતમીનાં આધારે રેઈડ કરી ચરસ અને ગાંજા વેચાણની ચાલતી હાટડીનો પર્દાફાશ કરી 364 ગ્રામ ચરસ અને આશરે 3 કિલો ગાંજો કબ્જે કરી માતા-પુત્રની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, પી.આઈ.એ પૂર્વ બાતમીનાં આધારે ગતરોજ પારડી ચીવલ રોડ ઓમકાર યુવક મંડળના શેડ પાછળ દાંતી ફળિયામાં રહેતા સમીમ જાનભાઈ મેમણ ઉર્ફે બાઈ ખાલાના ઘરે રેઈડ કરી તેમની અને તેમના પુત્ર શેખ જાફર રફીક હુસેનની પૂછપરછ કરવા સાથે ઘરની તલાશી લેતા તેમના ઘરમાંથી ચરસ અને ગાંજો મળી આવતા ઘટના સ્થળે પારડી પોલીસે FSL ટીમને બોલાવી હતી. જોકે મળેલ ચરસ-ગાંજાની ખરાઈ કરી વજન કરતાં 2.934 કિલો ગાંજો કિંમત રૂપિયા 29340 તથા ચરસ 364 ગ્રામ કિંમત રૂપિયા 54,600/-નો જથ્થો કબજે કરી માતા -પુત્રની ધરપકડ કરી બંને સામે પારડી પોલીસ મથકે નાર્કોટીક્સ ડ્રગ્સ એક્ટ હેઠળ વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરી આ જથ્થો ક્યાંથી મેળવતા અને કેટલાય સમયથી વેચતા તેની પૂછપરછ હાથ ધરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application