પારડી બાલાખાડી રણછોડ માળીની દુકાનની બાજુમાં રહેતી અને નીલકંઠ લેબોરેટરીમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતી પલકબેન વિનયભાઈ મોદી (ઉ.વ.24) ગત શનિવારે ઘરેથી નોકરી ઉપર જાવ છું કહી નીકળી હતી જે બાદ સાંજે ચારેક વાગ્યે પલકને તેના પિતાએ ફોન કરતાં તેણે ક્લિનિક પર છું તેવું જણાવ્યું હતું.
ત્યારબાદ પલક રાત્રે આઠેક વાગ્યે પણ પરત ન આવતાં પરિવાર લેબ પર તપાસ કરવા જતાં છેલ્લા બે દિવસની રજા લીધી હોવાનું ત્યાં ફરજ પરના તબીબે કહેતા પરિવારના પગ તળિયેથી જાણે જમીન સરકી ગઈ હોય એવી સ્થિતિ સર્જાઈ હતી અને પરિવાર ચિંતિત બની પલકની આજુબાજુ તેમજ સગા સંબંધીને ત્યાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો ના લાગતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application