શ્રી રામ ફાઈનાન્સ કંપની પાસે લીધેલી લોનના બાકી ચૂકવણાની અવેજમાં આપેલ ચેક રિટર્ન કેસમાં ધરમપુર તાલુકાના નડગધરી ગામના દિનેશ ભોયાને નવસારી કોર્ટે ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટના ગુનામાં તકસીરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો. આ કેસની ટૂંક હકીકત એવી છે કે, આરોપી દિનેશ ગણપતભાઈ ભોયાએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લિમિ.ની વાંસદા બ્રાન્ચ માંથી જે.સી.બી. વાહન માટે રૂ.૨૩ લાખની તા.૩૦/૧૦/૨૦૧૭ નારોજ લોન મેળવી હતી અને સદર વાહનના આર.સી. બુકમાં હાયપોથીકેશન નોંધ શ્રી રામ ફાઈનાન્સ કંપનીના નામની કરી લોન એગ્રીમેન્ટ કરેલું હતું.
લોન ભરપાઈ માટે નિયમિત દર મહિને હપ્તાઓ ભરવા બંધાયેલા હતાં તે પછી આરોપી હપ્તા ભરવામાં નિયમિત ના હોય, આરોપીના ખાતામાં ઘણા મોટી રકમ બાકી પડતી હોય, ફાઈનાન્સ કંપની દ્વારા વારંવાર લોનના બાકી હપ્તાઓ ભરવા માટે લેખીત અને મૌખીક રીતે જાણ કરાઈ હતી. પરંતુ આ કામના આરોપી કોઈ ચકવણી કરતા ના હતા. તેમણે લોન એગ્રીમેન્ટનો ભંગ કરેલ હતો. આરોપીએ તા.૨૯/૧૨/૨૦૨૨ નારોજનો રૂ.૧૩,૪૦,૦૦૦/- પુરાનો એક ચેક આપેલો તે ચેક વસુલાત માટે ફાઈનાન્સ કંપનીએ એકસીસ બેંક, નવસારી શાખામાં રજુ કરેલો પરંતુ મજકુર ચેક તા.૩૧/૧૨/૨ર નારોજ બીનસ્વીકારીયે પરત કરેલો અને ચેક રીટર્ન મેમોમાં ચેક પરત થવાનુ કારણ એડવાઈસ નોટ રિસિવ્ડ બતાવેલ હતું.
તેથી આરોપી સામે શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીના મેનેજર યોગેશ મોદીએ આરોપી સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. તેની આખરી સુનાવણીમાં વકીલ વાય. એસ.મિસ્ત્રીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી અધિક જ્યું. મેજી. ફર્સ્ટ ક્લાસ મોહિત ત્રિવેદી એ આરોપી દિનેશ ગણપતભાઈ ભોયાને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ-૧૩૮ મુજબના ગુના સબબ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. એટલું જ નહીં આરોપીએ ફરિયાદીને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૫૭(૩) મુજબ ચેકની રકમ રૂા.૧૩,૪૦,૦૦૦/-વળતર ચકવવાનો પણ હકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500