દમણ પ્રશાસન અને દમણ આબકારી વિભાગે દારૂની ગેરકાયદે હેરફેર સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત શનિવારનાં રોજ બપોરે આબકારી વિભાગને બાતમી મળી હતી કે, ભીમપોર વિસ્તારમાં કોલક નદીનાં કિનારે નદીનાં પટમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી માટે દારૂ રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત ભીમપોરમાં કોલક નદીના કિનારે તપાસ કરી હતી. જેમાં બે સ્થળેથી દારૂની 6048 બોટલો જપ્ત કરી હતી. નોંધનીય છે કે, છેલ્લા ચાલીસ દિવસમાં આબકારી વિભાગે 26 તપાસમાં દારૂની 54119 બોટલો જપ્ત કરી છે, જેની કુલ કિંમત રૂપિયા 52,34,218/- અને 5 કાર, 5 બાઇક, 3 ટેમ્પો, 3 મહિન્દ્રા અને પીકઅપ સબ, 1 ટ્રક અને 1 બોટ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500