Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : દંપતિની બાઇકને ટક્કર મારતાં પતિનું સારવાર દરમિયાન મોત

  • October 03, 2022 

વલસાડનાં માલવણ ગામે ખારવા પટેલ ફળિયામાં રહેતાં વનિતાબેન પટેલ તેમના પતિ પ્રવિણ પટેલ સાથે બાઇક પર બેસી તેમના પૌત્રને વલસાડની હોસ્પિટલમાં તબિયતની ખબર લેવા માટે ઘરેથી નીકળ્યા બાદ વલસાડથી તેઓ સાંજે પરત થતા હતા અને પ્રવિણભાઇ બાઇક હંકારી રહ્યા હતા. તે સમયે ધરાસણા કોસ્ટલ હાઇવે પર સ્વામીનારાયણ મંદિર સામેથી રોંગ સાઇડેથી એક યુવાન બાઇક ચાલકે પુરઝડપે ધસી આવી દંપતિની બાઇકને ટક્કર મારતાં બંને રોડ પર પટકાયા હતા. જોકે પતિ પ્રવિણભાઇ બેભાન હાલતમાં ડુંગરી વૈદ્ય હોસ્પિટલમાં અને ત્યાંથી કસ્તુરબા વલસાડમાં દાખલ કર્યા બાદ સુરત સારવાર માટે લઇ જવાયા હતા. પરંતું ત્યારબાદ તેમને વલસાડ સિવિલમાં દાખલ કરાયા જ્યાં ગત તા.1નાં રોજ રાત્રે મોત નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application