વલસાડ જિલ્લા LCBની ટીમ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન વલસાડ LCBની ટીમને મળેલી બાતમીનાં આધારે ભિલાડ હાઇવે ઉપર મહારાષ્ટ્ર તરફથી આવતા એક સેમેન્ટ મિક્સર વાહનને અટકાવી ચેક કરતા સીમાન્સ મિક્સર મશીનમાંથી 158 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે દારૂનાં જથ્થા સાથે સિમેન્ટ મિક્સર ચાલક અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી હતી. આમ, વલસાડ LCBની ટીમે સિમેન્ટ મિક્સર, 6384 બોટલ દારૂનો જથ્થો અને 2 મોબાઈલ નંગ મળી કુલ રૂપિયા 16.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે સિમેન્ટ મિક્સર ગાડીનો ચાલક અને ક્લીનર ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર ભરાવી આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લા SPની સૂચના મુજબ નાતાલ પર્વને લઈને પ્રોહીબિશન પ્રવૃતિઓ અંકુશમાં લાવવા વલસાડ LCBના PI અને તેમની ટીમ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં આવેલ પોલીસ મથક વિસ્તારોમાં પ્રોહીબિશન ડ્રાઇવ હાથ ધરી હતી. તે ટીમને મળેલી બાતમીનાં આધારે મહારાષ્ટ્ર તરફથી એક સિમેન્ટના મિક્સર ટાટા બલ્કર ટેન્કર નંબર GJ/14/X/8692માં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને ભિલાડ થઈને સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. વલસાડ LCBની ટીમનર મળેલી બાતમીનાં આધારે ભિલાડ હાઇવે ઉપર દમણગંગા ઢાબા પાસે ભારત પેટ્રોલ પંપ સામે બાતમી વાળા વાહનની વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા તેને અટકાવી ચેક કરતા સિમેન્ટનાં મિક્સરમાંથી 158 પેટીમાંથી 6384 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આમ, વલસાડ LCBની ટીમે રૂપિયા 6.31 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે સિમેન્ટ મિક્સર ચાલક આકાશ પારસનાથ સોની અને ક્લીનર વશીમખાન આશિકઅલી ખાન (બંને રહે. કડોદરા) જેઓ J K લક્ષ્મી સિમેન્ટ પ્લાન્ટમાં ડ્રાયવર કેબિનમાં બંનેને ઝડપી પાડયા હતા. વલસાડ LCBની ટીમે 6.31 લાખનો દારૂનો જથ્થો અને 2 મોબાઈલ તેમજ સિમેન્ટ મિક્સર વાહન ટાટા બલ્કર ટેન્કર મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર નાગેન્દ્ર અને ઈરફાન નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધી LCBએ આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500