ઉદવાડાનાં મોતીવાડા ખાતે રહેતા અને વાપી મોરાઇની વેલ્સપન કંપનીમાં નોકરી કરતા ઈસમનું અકસ્માત નડ્યો હતો. જોકે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે આવી જતા ઈસમનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, મૂળ મોતીવાડા કુંભારવાડ ફળિયાના અને હાલ ઓરવાડ માણેક નગર લાભ એવન્યુ સેકન્ડ ફ્લોર ફ્લેટ નંબર-205માં પત્ની અને બે સંતાનો સાથે રહેતા સુરેશભાઈ ગંગારામ પ્રજાપતિ (ઉ.વ.45) વાપી ખાતે વેલસ્પન કંપનીમાં ફરજ બજાવતો હોવાથી મંગળવારનાં રોજ 2.30 વાગે નોકરી ઉપર ગયા હતા.
જોકે ત્યાંથી તે છૂટી રાત્રિના બગવાડા ઉદવાડા રેલવે ટ્રેક થઈ ચાલતો માણેક નગર ઘરે આવી રહ્યો હતો ત્યારે ટ્રેક ક્રોસ કરવા દરમિયાન પસાર થતી ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતાં તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પારડી પોલીસને થતાં ઘટના સ્થળ પર દોડી જઇ તપાસ કરતા મૃતકના ખિસ્સા માંથી મળી આવેલા આધાર કાર્ડ આધારે તેની ઓળખ થઇ હતી. પારડી પોલીસે તેના પરિવારને જાણ કરી ઓરવાડ CHC ખાતે તેડાવ્યા હતા. જયારે પરિવારે ઓળખ કરી લેતા પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application