વાપીની જીઆઇડીસી સ્થિત રામજી પેપર મિલમાં પતરા ઉપર ચઢી ફેબ્રિકેશન કામ કરતી વખતે પતરુ તૂટી પડતા કામદાર 20 ફુટ નીચે પટકાયો હતો. જેને હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
બનાવની વિગત એવી છે કે, વાપી જીઆઇડીસીનાં ફોર્થ ફેસ સ્થિત પ્લોટ નં.6308માં આવેલ રામજી બોર્ડ પેપર મિલ નામની કંપનીમાં બલીઠા ખાતે રહેતા નીતિન ઉમરાડીયા (ઉ.વ.32) જેઓ મંગળવારનાં રોજ ફેબ્રિકેશન કામ કરવા માટે ગયા હતા.
તે સમયે સાંજે 6.30 વાગે પતરા ઉપર ચઢી કામ કરતી વખતે અચાનક પતરુ તૂટી જતા તેઓ 15 થી 20 ફુટ ઉપરથી નીચે પટકાયા હતા તેથી માથા તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે તેઓ વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે વાપી જીઆઇડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500