વલસાડ શહેરનાં તિથલ રોડ ઉપર આવેલ તારાબાગ સોસાયટીમાં રસ્તા ઉપર ગેટ તાણી બાંધવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ મામલે મકાન માલિકને ગેટ મુદ્દે રજૂઆતો કરવા છતાં તેમણે દાદ ન આપતાં બંને પક્ષે ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે રહીશો ભેગા થઇ ગયા હતા. જયારે સોસાયટીનાં 18 જેટલા નાગરિકોએ વલસાડ સીટી પોલીસમાં ફરિયાદ આપી પગલાં ભરવાની માંગી કરી હતી. મળતી માહિતી અનુસાર, વલસાડનાં પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ ઉપર તારાબાગ સોસાયટીમાં રસ્તા ઉપર એક મકાન માલિકે લોખંડનો ગેટ ઉભો કરી દેતાં સ્થાનિક મિલકતધારકોએ તેનો વિરોધ કર્યો હતો.
જોકે, રહીશોએ ગેટ તાણી બાંધવા સામે વાંધો ઉઠાવતાં ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ થઇ ગયું હતું અને પરિણામે રહીશોએ વલસાડ સીટી પોલીસ મથકે એક ફરિયાદ આપી સોસાયટીનાં રસ્તા ઉપર ગેટ ઉભું કરનાર મકાન માલિક સામે કાયદેસરનાં પગલાં ભરવા દાદ માંગી હતી. જેમાં તેમણે જણાવ્યા મુજબ, ગેટ અંગે વિનંતિ કરવા છતાં અપશબ્દો ઉચ્ચારી આ ગેટ નહિ નીકળશે તેવી ધમકી આપી હતી. સોસાયટીનાં રસ્તા ઉપર ગેટ બાંધવા સામે વિવાદ ઉભો થતાં હવે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે ત્યારે રહીશો આ અંગે કાર્યવાહીની માંગ સાથે પાલિકામાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી રહ્યા તેવું તારાબાગ સોસાયટીનાં રહીશોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application