વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણનાં રામસેતુ બીચ પાસે મોડી રાત્રે દમણનાં જંપોર રામસેતુ બીચ રોડ પર એક સ્પોર્ટ્સ બાઈક અને લકઝરી કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દમણ પોલીસની ટીમને થતાં દમણ પોલીસે બાઈક ચાલકનાં પરિવારની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વાપીનાં ચલાનાં 2 મિત્રો 2 બાઈક ઉપર મોટી દમણનાં જંપોર તરફ જતા રામસેતુ બીચ રોડ પર પુરઝડપે બાઈક હંકારીને જતા હતા.
તે સમયે પુરઝડપે આવતી એક લકઝરી મર્સીડીઝ કાર નંબર DD/03/AC/0029 સાથે 2 બાઈક પૈકી એક સ્પોર્ટ્સ બાઈક ધડાકાભેર અથડાઈ હતી અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક ચલાનાં 22 વર્ષીય ધવલ અશોક પરમાર નામના યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દમણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો બનાવના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતક યુવકની લાશનો કબ્જો લઈને તેને PM અર્થે મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
જયારે મર્સીડીઝનાં કાર ચાલક પ્રિન્સ કિરણભાઈ ભંડારી (રહે.ભીમપોર) નાની ધરપકડ કરી ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. જયારે હહાજર લોકોના જણાવ્યા મુજબ રાત્રીના સમયે આ રોડ એકદમ ખાલી હોય ઘણા લોકો પુરઝડપે વાહન ચલાવવાનો શોખ પૂરો કરવા આ રોડનો ઉપયોગ કરતા હોય છે. જેને કારણે સમયાંતરે અહીં ગમખ્વાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500