વલસાડનાં ઉમરગામ તાલુકાનાં દહાદ ગામમાં એક વિદ્યાર્થિનીની જાહેરમાં હત્યા કરી દેવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે આ હત્યાનો અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી છે. મૃતક સગીરા મોપેડ પર ટ્યુશન ક્લાસ જઈ રહી હતી.
ત્યારે જ રસ્તામાં આંતરી યુવકે તીક્ષ્ણ હથિયારથી ગળા પર ઘા મારી હત્યા નીપજાવી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે CCTVનાં આધારે વધુ તપાસ હાથ ધરી હતી. હત્યા નીપજાવી ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરગામ તાલુકામાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિની હત્યા એક તરફ પ્રેમમાં પાગલ પંકજ પાસવાન નામના યુવકે કરી હોવાનો ખુલાસો થયો છે. જયારે ગતરોજ વિધાર્થીની તેની શાળામાં અભ્યાસ કરતી બહેનપણીનાં ઘરે સ્કૂલની બુક લેવા ગઈ હતી અને બુક લઈને પરત ફરી રહી હતી.
તે દરમિયાન વિદ્યાર્થિની પાસે પંકજ પાસવાન અને તેના બે મિત્રો પહોંચી ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યો હતો. પંકજે ઉશ્કેરાઈને વિધાર્થીની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે બુમાબુમ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને પંકજને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પંકજ મોપેડ લઈને ભાગી છૂટ્યો હતો.
જયારે સ્થાનિક લોકોએ ઘટના અંગે ઉમરગામ પોલીસને જાણ કરી હતી. ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાલુકામાં નાકાબંધી કરી હત્યા કરી ભાગી ગયેલ પંકજને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધાર્યા છે. જોકે ધોળે દિવસે સગીર વિદ્યાર્થિનીની હત્યાનાં પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. હત્યા નીપજાવનાર યુવક તેના અન્ય બે મિત્રો સાથે મોટરસાયકલ પર આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
જોકે પોલીસે આ વિસ્તારનાં CCTVની તપાસ કરી નાશી છૂટેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. જયારે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે વિદ્યાર્થિનીની હત્યા સગીરાનાં પરિવારને જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જયારે વ્હાલસોય દીકરીનાં મોતથી પરિવારજનોમાં આક્રંદનાં કારણે વાતાવરણ ગમગીન બન્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500