વલસાડનાં મોટા પારડી પારસીવાડ ખાતે રહેતો અને વાપી ચિરાગ મોટર્સમાં મિકેનિક તરીકે કામ કરતો અઝીમ અફરોજ શેખ (ઉ.વ.21) જે ગતરોજ સવારે પોતાની બજાજ પલ્સર બાઇક લઈ વાપી નોકરીએ આવી રહ્યો હતો. ત્યારે સવારે 9 કલાકે પારડી નગરપાલિકા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ નજીક હાઇવે પર એક ટ્રક નંબર GJ/05/YY/6393નાં ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક અઝીમને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
જોકે બનાવ અંગેની જાણ 108ને થતાં 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જયારે બીજી તરફ સ્થળ ઉપર લોકો દ્વારા અઝીમનાભાઈ ફૈયાદને મોબાઈલ દ્વારા જાણ કરતા તેઓ પારડી દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે પારડી CHC હોસ્પિટલ ખાતે મૃતદેહનો કબ્જો લઇ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application