નાસિકથી ટામેટા ભરેલો ટ્રક વલસાડ થઈ સુરત જવા નીકળ્યો હતો. તે સમયે ટ્રક ચાલકને ડુંગરી હાઇવે ઉપર ઝોકુ આવી જતા ડુંગરી હાઇવે ઉપર ટ્રક પલ્ટી ગઈ હતી. જોકે સદનસીબે બાજુની ટ્રેક ઉપર અન્ય વાહન ન રહેતા મોટી દુર્ઘટના થતાં ટળી હતી. ડુંગરી હાઇવે ઉપર ટ્રક પલ્ટી જતાં ટ્રકમાં ભરેલા ટામેટા રસ્તા ઉપર વિખેરાઈ ગયા હતા. જયારે ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા ઇજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે ડુંગરી પોલીસની ટીમને જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાઇવે ઉપર ટ્રાફિક વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કરવા આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રનાં નાસિકથી ટામેટા ભરી એક ટ્રક નંબર RJ/07/GD/4185 નાશિકથી ટામેટા ભરી વલસાડથી સુરત તરફ જઇ રહ્યો હતો. તે દરમિયાન ડુંગરી હાઇવે પર ટ્રક પહોંચતા ટ્રકના ડ્રાઈવરને ઝોકુ આવી જતા ટ્રક ડુંગરી હાઇવેના ડીવાઈડર પર ચઢી ગઈ હતી. ટ્રક પલ્ટી ખવડાવી ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સમયે હાઇવેના મીડલ લેન ઉપરથી ટ્રક રોડની વચ્ચેનાં ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી.
જોકે અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. અને ટ્રકમાં મૂકેલા ટામેટા નેશનલ હાઈવે નંબર-48 ઉપર વેરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને કરતા ડુંગરી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નડતરરૂપ ભાગ દૂર કરી હાઇવે ઉપર જામ થયેલા ટ્રાફિકને સામાન્ય અકારવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે ડુંગરી પોલોસ મથકે હજુ સુધી ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500