વલસાડ જિલ્લાનાં વાપી GIDC એસોસીએશનનાં હોદ્દેદારો અને ZRUCCનાં અગ્રણીઓ જોય કોઠારીની રજુઆત બાદ ‘વંદે ભારત ટ્રેન’ને આજથી વાપીમાં સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારે ‘વંદે ભારત ટ્રેન’ વાપી સ્ટેશન ખાતે આવી પહોંચતા નાણા મંત્રી, સાંસદ સહિતનાઓએ ટ્રેનનું સ્વાગત કર્યું હતું. વંદે ભારત ટ્રેનને વાપીમાં સ્ટોપેજ આપવામાં આવતા વાપી, દમણ અને સેલવાસ, ઉમરગામ, સરીગામ, પારડી તેમજ ગુંદલાવ GIDCનાં ઉદ્યોગકારો સહિત મુસાફરોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી. વલસાડ જિલ્લાનાં ઉદ્યોગકારોને નવા વર્ષની ભેંટ આપવામાં આવી છે. નવા વર્ષની વહેલી સવારે 7:45 કલાકે રાજ્યના નાણાં મંત્રી, સાંસદ, દમણ સાંસદ સહિત ભાજપનાં અગ્રણીઓએ વાપી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું સ્વાગત કર્યું હતું.
જોકે જિલ્લામાં આવેલી 5 GIDC અને સેલવાસ અને દમણ GIDCનાં ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓએ વારંવાર મુંબઇ અને ગાંધીનગર ખાતે કામ અર્થે જવાનું રહેતું હોવાથી ‘વંદે ભારત ટ્રેન’નું વાપીમાં સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. VIA અગ્રણી અને ZRUCCનાં સભ્ય જોય કોઠારીને ઉદ્યોગ સંચાલકોએ રજૂઆત કરી હતી. જોય કોઠારીએ રેલવે વિભાગમાં અસરકારક રીતે રજૂઆત કરતા નવા વર્ષની સવારથી વાપી રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળ્યું છે. વલસાડ સાંસદ અને દમણ સાંસદએ રેલવે મંત્રાલયમાં ‘વંદે ભારત ટ્રેન’ના સ્ટોપેજની રજૂઆત કરી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે રેલવે વિભાગે વાપીની ‘વંદે ભારત ટ્રેન’નું સ્ટોપેજ આપીને વાપી અને વલસાડ તેમજ દમણ સેલવાસનાં લોકોને દિવાળીની અને નવા વર્ષની ભેટ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500