Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં ડુંગરા ગામે ભંગારનાં ગોડાઉનમાં આગ લાગતાં આસપાસમાં રહેતા લોકોનાં જીવ તાળવે ચોટી ગયા

  • May 22, 2023 

વાપીનાં ડુંગરા ગામે પટેલ ફળિયામાં આવેલ ગોડાઉનમાં મધરાતે આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે આસપાસમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. તેમજ લશ્કરોએ ત્રણ ક્લાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. મળતી માહિતી મુજબ, વાપીનાં ડુંગરા ગામે પટેલ ફળિયામાં જયેશ પટેલનું ભંગારનું ગોડાઉન આવેલું છે. રવિવારનાં રોજ મધરાતે અચાનક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. તેમજ જોતજોતામાં આગે આખા ગોડાઉનને લપેટમાં લઇ લેતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.






જયારે ગોડાઉન નજીક રહેતા લોકોનાં જીવ તાળવે ચોટી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાય જતા લોકોમાં ગભરાય મચી ગયો હતો.  આગને પગલે વાપી પાલિકા, નોટિફાઇડના પાંચથી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી જઈ લશ્કરોએ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. લગભગ ત્રણ ક્લાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો અને ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News