વલસાડ જિલ્લાનાં વાપી વૈશાલી ચાર રસ્તા પહેલા ફોર્ચ્યુનર કાર સજાવટ નામની દુકાનની સામે સર્વીસ રોડ ઉપરથી એક સફેદ કલરનાં ટેમ્પોમાં ભરેલા સુકા ઘાસની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાનું અને સમય મળે ત્યારે અહીંથી ટેમ્પો અન્ય જગ્યાએ ખસેડવાના હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે વલસાડ LCBની ટીમે તાત્કાલિક ટેમ્પો પાસે જઈ ચેક કરતા ટેમ્પોમાં ઘાસના પુડિયાની આડમાં સંતાડી રાખેલો 3252 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વલસાડ LCBની ટીમે ટેમ્પો અને દારૂનો જથ્થો કબ્જે કરી ટેમ્પો ચાલક અને અન્ય એક ઈસમ મળી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ LCBની ટીમ વાપી ખાતે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે સેલવાસથી એક ટેમ્પો નંબર GJ/15/AV/4528માં ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરીને વાપીના વૈશાલી ચાર રસ્તા પાસે ફોર્ચ્યુનર કાર સજાવટ નામની દુકાન સામે ટેમ્પો પાર્ક કર્યો છે. જોકે ટેમ્પો ચાલક દારૂનો જથ્થો ગમે ત્યારે સગેવગે કરવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમી વલસાડ LCBની ટીમને મળી હતી અને મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર જઈને ચેક કરતા ટેમ્પોમાંથી ઘાસની આડમાં 104 બોક્ષમાં કુલ 3252 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેની કિંમત રૂપિયા 4.04 લાખનો દારૂનો જથ્થો LCBની ટીમે ઝડપી પાડ્યો હતો. તેમજ LCBની ટીમે ટેમ્પોનાં કેબીનમાંથી અન્ય એક નંબર પ્લેટ MH/04/KF/3104 મળી આવી હતી. LCBની ટીમે આજુબાજુનાં વિસ્તારમાં ટેમ્પો ચાલકની શોધખોળ કરતા ટેમ્પો ચાલક મળી આવ્યો ન હતો. આમ, વલસાડ LCBની ટીમે કુલ રૂપિયા 9.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પોનો ચાલક જેકી રમેશભાઈ ટંડેલ (રહે.ડુંગરા તા.વાપી જી.વલસાડ) તથા બીજો એક અન્ય ઈસમ મળી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વાપી GIDC પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500