વલસાડનાં પારડી હાઇવે નજીક આવેલા ખડકી ગામ ખાતે એક મંડપ ડેકોરેશનનાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટને લઈને આગની ઘટના બની હતી. જેને લઈને પારડી નગર અને આજુબાજુના વિસ્તારોમાંથી કુલ 4 ફાયર ફાઈટરની ટીમ ખડકી ખાતે આગ ઉપર કાબુ મેળવવા ઘટના સ્થળે આવી પહોંચી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પારડી ખડકી હાઇવે ઉપર આવેલ વૌશાલી ડેકોરેશનનાં ગોડાઉનમાં આજરોજ સવારે અચાનક શોર્ટ સર્કિટને લઈને આગ ભભૂકી ઉઠી હતી. ડેકોરેટરને ઘટનાની જાણ થતાં તાત્કાલિક તમામ મજૂરોને સુરક્ષિત રીતે ગોડાઉનની બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ પારડી ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરાતા પારડી તથા આજુબાજુનાં ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. ખડકી ખાતે 4 જેટલા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
જોકે આગની ઘટનામાં ડેકોરેશનનો તમામ પ્લાટિક, કાપડ અને લાકડાનો સામાન, સોફા પંખા સહિત કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બાજુમાં પાર્ક કરેલો ટેમ્પો પણ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયો હતો.
જયારે વૈશાલી ડેકોરેશનનાં સંચાલકને લાખોમાં નુકસાન પહોંચ્યું હોવાનું ફાયર બ્રિગેડના જવાનોએ અંદાજો લગાવ્યો હતો. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
વૈશાલી ડેકોરેશનના ગોડાઉનમાં કાપડ, પ્લાસ્ટિક અને લાકડાનો સામાન વધારે હોવાથી આગ બેકાબુ બની હતી. સમયસર ફાયર બ્રિગેડની ટીમો ન આવી પહોંચી હોત તો નજીકમાં આવેલું સંચાલકનું ઘર પણ આગની ઝપેટમાં આવી જાત. તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500