Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી વૈશાલી ચાર રસ્તા પાસે 8 વેપારીઓ જુગાર રમતા ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • June 13, 2023 

વાપી વૈશાલી ચાર રસ્તા પાસે કન્સ્ટ્રક્શનની ઓફિસમાં જુગાર ચાલી રહ્યા હોવાની બાતમીને લઇ એલસીબીએ સ્થળ રેઇડ કરી 8 વેપારીઓને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા, 10 મોબાઇલ અને 3 મોપેડ મળી કુલ રૂ.2.82 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો શનિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જીઆઇડીસી વૈશાલી ચાર રસ્તા પાસે આવેલ દ્રષ્ટી એન્ટરપ્રાઇઝ, સ્ટેટસ બિલ્ડીંગના બીજા માળે ઓફિસ નં.202માં રેઇડ કરતા કેટલાક ઇસમો હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.


પોલીસે આરોપીઓ પાસેથી દાવ ઉપરના અને અંગઝડતીમાંથી રોકડા રૂ. 77,050 તથા 10 ફોન કિં.રૂ. 55,000 અને 3 મોપેડ કિં.રૂ1,50,000 મળી કુલ રૂ.2,82,050 કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ વાપી જીઆઈડીસી પોલીસે શનિવારે બાતમીના આધારે થર્ડ ફેસ શાહ પેપર મિલની સામે જાહેર રોડ ઉપર જુગાર રમતા આરોપી અવધેશ જનાર્દન શુક્લા રહે. બંગલા નં.5 ખોડીય રનગર, અખિલેશ રામ બદન ગુપ્તા રહે. ચણોદ કોલોની અને અમરેશ ભોગેન્દ્ર પાઠક રહે. છીરી ને પકડી રોકડા રૂ.680 કબજે કર્યો હતો.


આ વેપારીઓની ધરપકડ થઇ..



1.ઓફિસ માલિક કીર્તિકુમાર ફુટરમલ જૈન (રહે.ગુંજન શ્રધ્ધા સોસાયટી),

2.ચંદુ રાજા રાજપુત (રહે.વલસાડ, ગુરૂકૃપા એપાર્ટમેન્ટ),

3.પરેશ મનસુખ લાડાણી (રહે.વાપી, સુશાંતિ સોસાયટી),

4.રાવતારામ મુલારામ ચૌધરી (રહે.ચલા કંચનજંગા સોસા.),

5.અજય ભરત ગજેરા (રહે.સી-ટાઇપ વાપી),

6.બકુલ કેશવ હિરાપરા (રહે સી-ટાઇપ),

7.સંતોષ રમેશ જાદવ (રહે.ચલા તુલસી વાટીકા) અને 

8.નરપતસિંહ રમણીકસિંહ ઝાલા (રહે.વાપી ચણોદ કોલોની).




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application