વડોદરાનાં પાદરા તાલુકાનાં મુજપુર ચેકપોસ્ટ પાસે જિલ્લા પોલીસ દ્વારા આગામી તા.31મી ડિસેમ્બરનાં અનુસંધાનમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે બોરસદ તરફ જતી એક ટ્રકને રોકી તેમાં તપાસ કરતા દારૂની 36 બોટલો મળી હતી. આ સાથે ટ્રકના ડ્રાઇવર બિસ્મિલ્લાખાન મહંમદખાન પઠાણ તેમજ ક્લીનર મહમદરફી સફીમહમદ મલેક અને અલ્તાફ નસરુલ્લાખાન પઠાણને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.
જોકે પોલીસને ત્રણે પાસેથી રોકડા રૂપિયા 40 લાખ મળ્યા હતા અને પોલીસે દારૂનો જથ્થો રોકડ રકમ 2 નંગ મોબાઈલ અને લોખંડની એંગલો મળી કુલ 63 લાખ રૂપિયાનો જથ્થો કબજે કર્યો હતો. જયારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં રહેતા સરદાર નામના શખસે દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને આ દારૂ આણંદ જિલ્લાના દંતેલી ગામમાં રહેતા રમેશ ઉર્ફે રામુ ડાયાભાઈ પટેલને મોકલવાનો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application