Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરા : ઓવરબ્રિજ નીચે પાણીની ફીડર લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાયું

  • May 26, 2023 

વડોદરામાં લાલબાગ ઓવરબ્રિજ નીચે પાણીની લાલબાગ ટાંકીની 24 ઇંચ ડાયામીટરની ફીડર લાઇનમાં ભંગાણ થતાં પાણીની રેલમછેલ થઈ હતી અને ભર ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. આ અંગેની જાણ થતા વોર્ડ નંબર-17નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સુએજ સમિતિના અધ્યક્ષ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીની રેલમછેલ જોઈ ચોકી ઉઠ્યા હતા. તંત્રનાં અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવતા ખોદકામ શરૂ કરાવી રીપેરીંગનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.






તેમના કહેવા મુજબ લાલબાગ પાણીની ટાંકી ની 24 ઇંચ ની ફીડર લાઈન જે વર્ષોથી એક્સ્ટ્રા નાખવામાં આવેલી હતી અને પાણીની કોઈ તકલીફ ઊભી થાય તો એક લાઈનનું પાણી બીજામાં ડાઈવર્ટ કરવા વ્યવસ્થા હેતુસર આ લાઈન નાખવામાં આવી હતી. જેમાં કોઈ કનેક્શન આપેલા ન હતા. આજે સવારે અચાનક લાઇનમાં સાંધો છૂટો પડી જવાથી લીકેજ થતાં પાણી ધોધ વછૂટતા રોડ પર હજારો લિટર પાણી વહી ગયું હતું.






આ લાઈન વર્ષો જૂની હોવાથી લીકેજ ના કોઈ પ્રશ્ન ઊભા ન થાય તેને ધ્યાનમાં રાખીને નવી ત્રીજી એક્સ્ટ્રા લાઈન નાખવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાના દિવસો દરમિયાન શહેરમાં પાણીની લાઈનના લીકેજના બનાવો ખૂબ વધી ગયા છે જેના કારણે લીકેજથી હજારો લીટર પાણીનો બગાડ થાય છે. બીજી બાજુ કોર્પોરેશન એ તાજેતરમાં જાહેર સૂચના જારી કરીને પાણીનો બગાડ ન થાય તે માટે પર કસરયુક્ત ઉપયોગ કરવા કહ્યું છે. પાણીની લાઈનમાં લીકેજ હોય તો તાત્કાલિક જે તે વોર્ડની કચેરીએ અથવા કોર્પોરેશને જારી કરેલા ટોલ ફ્રી નંબર પર જાણ કરવા અનુરોધ કર્યો છે. રીપેરીંગ કામ બપોર સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application