હાપા દુરંતો એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પ્રવાસીનાં સ્વાંગમાં મુસાફરી કરતી એક મહિલા અમદાવાદની વૃધ્ધાનાં પર્સમાં મૂકેલ મોબાઇલ અને સોનાનાં દાગીના ઉઠાવી ફરાર થઇ ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં રિલિફરોડ પર જકડીયાપોળમાં રહેતા નફિસા મુસ્તાકઅલી મસ્વી મુંબઇથી અમદાવાદ પરત જવા માટે હાપા દુરંતો એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા હતાં.
જોકે રાત્રિ મુસાફરી હોવાથી માથા પાસે ક્રિમ કલરનું પર્સ મૂકી તેઓ ઊંઘી ગયા હતાં. વહેલી સવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પાસે આવતાં જ તેઓ ઊંઘમાંથી જાગીને પર્સમાંથી મોબાઇલ લેવા માટે જતા પર્સમાં મોબાઇલ ન હતો તેમજ પર્સમાં ભરત ભરેલ ગુલાબી રંગનું બીજુ નાનું પર્સ પણ ન હતું.
જયારે આ નાના પર્સમાં રૂપિયા 10 હજાર રોકડા, બે સોનાની ચેન, ત્રણ કાનની બુટ્ટી, 2 વીંટી, એક બ્રેસલેટ મળી કુલ રૂપિયા 98,158/-ની ચોરી થઈ હતી. આ અંગે રેલવે પોલીસમાં નફિસાએ નોધાવેલી ફરિયાદમાં ટ્રેનમાં તેમની સાથે પ્રવાસ કરતી એક માત્ર મહિલા પર શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોધાવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500