હાલમાં લોકસભાની ચૂંટણીના અનુસંધાને જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર વાહન ચેકિંગ કરવા માટે નાકા પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ચંદ્રાલા પાસે રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઉદેપુરના બે યુવકો ઝડપાયા હતા. જેમની સામે ગુનો દાખલ કરીને ચિલોડા પોલીસ દ્વારા દારૃનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીને પગલે આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને તેનું પાલન કરાવવા માટે તંત્રની સાથે પોલીસ પણ દોડી રહી છે. ખાસ કરીને જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર પોલીસ દ્વારા નાકા પોઇન્ટ ઊભા કરીને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણીના સમયમાં દારૃની હેરાફેરી વધતી હોવાથી રાજસ્થાન તરફથી આવતા વાહનો સતત તપાસવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા નાકા પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાનથી આવી રહેલી એક બસને ઉભી રાખવામાં આવી હતી અને તેમા સવાર મુસાફરોના માલ સામાનની તપાસ કરવામાં આવી રહી હતી. જોકે પોલીસ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પાછળની સીટમાં બેઠેલા બે યુવકોનાં ચહેરા ઉપર શંકાસ્પદ ચિંતા દેખાણી હતી. જેથી પોલીસ દ્વારા તેમનો માલ સામાન ચેક કરવામાં આવતા વિદેશી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી. આ યુવાનોની પૂછપરછ કરતા તે રાજસ્થાન ઉદેપુરના રાહુલ બાબુભાઈ પરમાર અને લક્ષ્મીશંકર રણજીતભાઈ ડામોર હોવાનું બહાર આવ્યું હતું. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લઈ આવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application