અમદાવાદમાં મેઘાણીનગરમાં પાર્વતી નગર સોસાયટીના કંમ્પાઉન્ડમાં દારૂ પીને છાકટા બનેલા બે પોલીસ કોન્સ્ટેબલોને સ્થાનિકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યા હતા. જેમાં બંને પોલીસ કર્મીઓ જાહેરમાં બિભત્સ ગાળો બોલતા હતા. જેમાં લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ ત્યાં આવી ગઇ હતી. લોકોએ છેડતીનો આક્ષેપ કરતા પોલીસે પહેલા તો પોલીસને બચાવવા પ્રયાસો કરી સ્થાનિક લોકોને ઝાટક્યા હતા. પોલીસ તપાસમાં બંને કોન્સ્ટેબલ શાહીબાગ હેડ ક્વાટર્સમાં નોકરી કરતા હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, મેઘાણીનગરમાં આવેલ પાર્વતી નગર સોસાયટીમાં બે પોલીસ કર્મચારી પીધેલ હાલતમાં ઘૂસી ગયા હતા અને જેમફાવે તેમ બોલચાલ કરવા લાગ્યા હતા.
જેથી આ મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ કર્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં પોલીસે બે પોલીસ કોન્સ્ટેબલને ઝડપી લીધા હતા. તેમની પુછપરછ કરતા તેઓ તોતડાઇ બોલી રહ્યાહતા. ઉપરાંત દારૂની તીવ્ર વાસ આવી રહી હતી આમ બંને પોલીસ કોન્સ્ટેબલને બોલવાનું પણ ભાન ન હતું. જેથી પોલીસે તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંને પોલીસ જવાન શાહીબાગ પોલીસ હેડ ક્વાટરમાં નોકરી કરતા હોવાનું બહાર આવ્યું છે. બંનેને સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બ્લડ સેમ્પલ લઇ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક લોકોને આ અંગે જાણ થતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પીધેલા પોલીસ કોન્સ્ટેબલોનો વીડિયો ઉતારી લીધો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, પહેલાં તો પોલીસે ફરિયાદ લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application