પલસાણા નગરનાં રહેવાસી રાજુભાઈ માળી પલસાણા મીંઢોળા નદી કિનારા પાસે પોતાના ફાર્મ હાઉસ પર સવારે 7:30 વાગ્યે ગયા હતા ત્યારે ફાર્મ હાઉસના રસ્તા પર એક મહાકાય અજગર જોવા મળ્યો હતો રાજુભાઈએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે પલસાણા ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ટીમના સભ્ય અભી રાઠોડને જાણ કરતા અભી રાઠોડ ફાર્મ હાઉસ પર જઈ એક 9 ફુટના અજગરને ભારી જહેમત બાદ સહીસલામત રીતે પકડી લીધો હતો.
ત્યારબાદ 9:30 વાગ્યાની આસપાસ ફાર્મ હાઉસમાં મજુરી કામ કરતા મજુરોએ પાણીની પાઈપ લાઈનમાં એક અજગરને જોતા અભી રાઠોડ અને એમની ટીમ બીજા 7 ફુટના અજગરને પણ 3 કલાકની ભારી જહેમત બાદ પકડી લીધા બાદ અભી રાઠોડે ટીમના પ્રમુખને જાણ કરતા જતીન રાઠોડે પલસાણા વનવિભાગના કર્મચારી સુનિલભાઈ રાવલને જાણ કરતા બંને અજગરનો કબજો પલસાણા વનવિભાગને સોપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application