વડોદરા નજીક હાઈવે પર બનેલ અકસ્માતના વિચિત્ર બનાવમાં બે કાર અને ઈલેક્ટ્રીક પોલને નુકસાન થયું હતું. છાયાપુરી બ્રિજ પર બનેલા અકસ્માતના બનાવમાં પોલીસે કહ્યું છે કે, સવારે એક ટ્રક ચાલક પૂર ઝડપે પસાર થતો હતો ત્યારે તેણે સ્ટેરીંગ પરનો કામ ગુમાવતા કારને ટક્કર મારી હતી. જેથી કારને નુકસાન થયું હતું. ત્યારબાદ ટ્રક ડિવાઇડર પર ચડીને ઇલેક્ટ્રીક પોલ સાથે ભટકાતા ઇલેક્ટ્રીકનો થાંભલો તૂટ્યો હતો અને રસ્તાની સામેની સાઈડે પસાર થતી એક કાર પર પડ્યો હતો. જેથી કાર ધડાકા સાથે પલટી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઈને ગંભીર ઇજા પહોંચી ન હતી. છાણી પોલીસે ટ્રકના ડ્રાઇવર અર્જુનસિંહ પગી (રહે.ભદાલા ગામ, પંચમહાલ) સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application