Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કિન્નરોએ પોતાના કપડાં નિકાળીને પોલીસને ધમકાવવાનો પ્રયત્ન કર્યો, 3 કિન્નરો વિરૂદ્ધ ગુનો નોંધાયો

  • September 21, 2021 

મુંબઇમાં દાદાગીરી પર ઉતરેલા કિન્નર હવે પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં કેટલાક કિન્નરોએ રસ્તા પર જોરદાર ઉત્પાત મચાવ્યો. તેમણે પહેલાં તો પોલીસ સાથે મારામારી કરી તો ઘણી જગ્યાએ નજીક ઉભેલા ટ્રાફિક પોલીસકર્મીને પણ છોડ્યા નહી. આ ઘટનાક્રમ સાથે જોડાયેલો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં આરોપી કિન્નર એક ટ્રાફિકકર્મીને ખુલ્લેઆમ કોલર પકડી ખેંચતા જોવા મળ્યા હતા. 

 

 

 

 

પોલીસની સાથે મારઝૂડ અને ગેરવર્તણૂંકનો આ મામલો બાંગુર નગર વિસ્તારમાં સામે આવ્યો. જ્યાં હંગામો કરી રહેલા કિન્નરોએ પોતાના કપડાં નિકાળીને પોલીસને ધમકાવવાનો પ્રયત્ન કર્યો. તો બીજી તરફ ગાળાગાળી પર ઉતરેલા કિન્નરોએ આસપાસમાં પડોશમાં ઉભેલા લોકોની મજાક ઉડાવી. આ મામલે બાંગુર નગર પોલીસે 3 કિન્નરો વિરૂદ્ધ સરકારી કામોમાં વિઘ્ન ઉભું કરવું. શાંતિ ભંગ સહિત આઇપીસીની ઘણી કલમ સહિત NDMA એક્ટ હેઠળ કેસ દાખલ કરતાં તેમની ધરપકડ કરી લીધી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application