Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

transferred : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, તાપી જિલ્લામાંથી કોની બદલી થઇ ? જાણો કોને ક્યાં મુકાયા?

  • January 26, 2022 

રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક(ડીવાયએસપી) ની બદલી કરવામાં આવી છે. 55થી વધુ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. તાપી જિલ્લામાંથી બે ડીવાયએસપી (1) આર.એલ.માવાણી અને (2) એસ.કે.રાયની બદલી કરવામાં આવી છે. સુરત ગ્રામ્યના ડીવાયએસપી મુકેશ ચૌધરીને અંજારમાં એસડીપીઓ તરીકે મુકાયા છે.



અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરીયાની બદલી કરવામાં આવી છે. અમદાવાદ એચ ડિવીઝન એસીપી પ્રકાશ પ્રજાપતિ, એફ ડિવીઝન એસીપી જે કે ઝાલાની બદલી કરવામાં આવી છે.  અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી. કારમિયાની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. એસીબીના મદદનીશ નિયામક એન.ડી. ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરમાં મુકાયા છે. એસીપી એપ ડિવિઝન જે.કે. ઝાલાને SDPO તરીકે પશ્ચિમ રેલવે રાજકોટમાં મુકાયા છે. 



ગાંધીનગરના કલોલના ડીવાયએસપી વી.એન. સોલંકીને SDPO તરીકે કપડવંજમાં મુકાયા છે. એસીપી જી. ડિવિઝન વડોદરા પી.આર. રાઠોડને એબીસી ભાવનગરના મદદનીશ નિયામક બનાવાયા છે. એસીપી એચ. ડિવિઝન અમદાવાદ પ્રકાશ પ્રજાપતિને SDPO પોરબંદર ગ્રામ્ય તરીકે મુકાયા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application