ડાંગનાં ગિરિમથક સાપુતારા સહિત આહવા અને વઘઇ પથંકમાં સતત પાંચમાં દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા ઉનાળાની શરૂઆતમાં લોકોને શીત લહેરનો અહેસાસ થયો હતો. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી ગિરિમથક સાપુતારા સહિત વઘઇ આહવા પંથકમાં ગાજવીજ અને બરફનાં કરા સાથે કમોસમી વરસાદ પડતાં ડાંગનાં લોકોનું જનજીવન વિકટ પરિસ્થિતિમાં મુકાયું છે. જોકે આહવા, વઘઇ અને સાપુતારા સહિત સમગ્ર પંથક સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા અને વઘઇના ગામડાઓમાં રવિવારે બપોર બાદ ક્યાં ધોધમાર તો કોઈ જગ્યાએ મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.
જયારે કમોસમી વરસાદ નાં પગલે ડાંગી ખેડુતોનો શિયાળાનો તૈયાર પાક વટાણા, મસુર મગ ચણા સહીત આંબાનાં ફળને જંગી નુકસાન થયાની ભીતિ વર્તાઈ હતી અને વઘઇ તાલુકા પંથકમાં બપોર બાદ ધોધમાર ખાબકેલા કમોસમી વરસાદનાં પગલે બરડા દગડઆબા જેવા ગામોમાં નાળા છલકાઈ જતા માર્ગો પાણીથી તરબતર થતાં ચોમાસાની ઋતુ જેવો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદનાં કારણે પાંચ દિવસથી કુદરતનો મિજાજ બગડતાં ડાંગના લોકોનું જનજીવન ચિંતિત બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application