સુરતના માંગરોળમાં થયેલા સામૂહિક બળાત્કારના ચકચારી કેસમાં વધુ એક ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપીનું ગુરૂવારના રોજ સુરતની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજા ફરાર હતો જેની અમદાવાદ રેલવે પોલીસે ધરપકડ કરી છે. સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુષ્કર્મ કેસના વધુ એક આરોપીની સાબરમતી રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી લીધી છે.
અગાઉ દુષ્કર્મ કેસના બે આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી શિવ શંકરનું મોત થયું છે. જ્યારે ત્રીજો આરોપી પોલીસ પકડથી દૂર હતો. જોકે હવે હવે આરોપી રામ સજીવન ઉર્ફે રાજુની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશનેથી રામ સજીવનની ધરપકડ લીધી છે. તે ગુજરાત છોડીને ભાગી જવાની ફીરાકમાં હતો. મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળી હતી. તેના આધારે રેલવે એલ.સી.બી. અમદાવાદે જાણ કરતાં રેલવે એલ.સી.બી. પી. આઇ. હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી ખાતેથી ટ્રેનમાંથી દબોચી લીધો હતો. પોલીસે તેને સુરત ખાતે લાવવાની તજવીજ શરૂ કરી દીધી હતી.
બનાવની વિગત એવી હતી કે, સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે આઠમી ઓક્ટોબરે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી.
ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ બે આરોપીને દબોચી લેવાયા છે, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો છે. ત્યારે પકડાયેલા બન્ને આરોપીઓની પૂછપરછમાં ત્રીજા આરોપીની પણ ખુલાસો થશે. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે.
તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવાઈ છે. ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાના પ્રયાસ કરાશે. બુધવારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ. આ દરમિયાન પોલીસે મુન્ના પાસવાન અને શિવ શંકર ચૌરસિયા નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તર પ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. જ્યારે ત્રીજા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500