Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો

  • July 12, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી નારસિંગ ઉર્ફે નારિયો ગોવાલ્યા તડવી (ઉ.વ.35., હાલ રહે.દેવમોગરા પુનવર્સન, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર, મૂળ રહે.બેડાકુંડ, પો.મોલગી, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર, જિ.મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application