નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસે ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર સુરતનાં સચિન વિસ્તારમાં રહેતા એક આરોપીની ધરપકડ કરી મોબાઈલ ફોન ચોરીનાં બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ. સી.બી.નાં પી.આઈ., વી.જે.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નવસારીના ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ફોનની ચોરીના ગુન્હાનો આરોપીઓને પકડવા માટે વર્કઆઉટ કરી કાર્યરત હતા. તે વખતે મળેલી બાતમીના આધારે નવસારીમાંથી આરોપી જીવણભાઈ કનુભાઈ વઢીયારી (રહે.સ્લમ બોર્ડ, સચિન, સુરત)ને ઝડપી પાડી પોલીસે તેની પાસેથી ચોરીના બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૨૭ હજાર કબ્જે કર્યો હતો. બનાવ અંગે ટાઉન પોલીસે મોબાઈલ ફોન ચોર જીવણ વઢીયારીનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application