મુંબઈના દાદરથી અમદાવાદ પરત આવી રહેલો યુવક ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઉંઘી ગયો હતો. તેનો લાભ લઇને ગઠિયો તેમના પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જેથી યુવક વડોદરા રેલવે સ્ટેશન આવતા મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના ગોમતીપુર ચંદુલાલની ચાલીમાં રહેતા આબીદહુસેન સાબીરહુસેન અંસારીએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 4 જુલાઇના રોજ દાદરથી અમદાવાદ આવવા માટે મારા પરીવાર સાથે ગુજરાતમેલ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં બેસી રવાના થયા હતા.
મુસાફરી દરમ્યાન હું અમારી સીટ ઉપર ઉંઘી ગયો હતો. ઉંઘમાંથી જાગ્યો હતો. તે દરમિયાન મારા ખિસ્સામાં રાખેલો મોબાઇલ ફોન જોવા મળ્યો ન હતો. ચોર મારા પેન્ટનું ખિસ્સુ કાપી મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને થોડીવાર પછી તરત જ વડોદરા રેલ્વે સ્ટેશન આવ્યું હતુ. જેથી હું ઉંઘી ગયો હોય તેનો લાભ લઇને પેન્ટના ખિસ્સામાંથી 17 હજારના મોબાઇલ ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જેથી રેલવે પોલીસે તેમની ફરિયાદના આધારે મોબાઇલ ચોરની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application