Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જન્મદિવસની ઉજવણીમાં યુવકે હવામાં ફાયરીંગ કર્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ

  • August 30, 2024 

અમદાવાદ શહેરના સેટેલાઇટ જોધપુર ચાર રસ્તા પાસે રાતના જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણીમાં એક યુવકે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટના સામે આવી છે. જે અનુસંધાનમાં સેટેલાઇટ પોલીસે ઘાટલોડીયામાં રહેતા યુવકની દેશી બૂનાવટીની પિસ્તોલ અને કાર સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેટેલાઇટ જોધપુર ચાર રસ્તા પાસે આવેલા માનસ કોમ્પ્લેક્સ પાસે બુધવારે રાતના હિરેન ઠક્કર નામના યુવકના જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલાંક યુવાનો એકઠા થયા હતા. જેમાં ભરત ભરવાડ (રહે.લક્ષ્મણગઢનો ટેકરો, ઘાટલોડીયા) તેની કારમાં આવ્યો હતો. હિરેન ઠક્કર કેક કાપી રહ્યો હતો.


ત્યારે જન્મદિવસની ઉજવણી કરવા માટે ભરત ભરવાડે તેની પાસે રહેલી દેશી બનાવટની પિસ્તોલમાંથી કેટલાંક રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેના કારણે આસપાસમાં રહેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને નાસભાગ મચી ગઇ હતી. જેથી ભરત ભરવાડ ત્યાંથી કાર લઇને નાસી ગયો હતો. બીજી તરફ આ બનાવ અંગે માનસ કોમ્પ્લેક્સમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા લોકોએ ફાયરીંગની ઘટના અંગે પોલીસ કંટેલ રૂમમાં ફોન કર્યો હતો. જેથી પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને તપાસ કરતા સ્થળ પરથી બે ખાલી કાર્ટિજ મળી આવી હતી.


બનાવ અંગે સેટેલાઇટ પોલીસે ભરત ભરવાડ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડીસીપી ઝોન-૭ એલ.સી.બી.ના પી.આઇ. અને તેમના સ્ટાફે ભરત ભરવાડને નંબર પ્લેટ વિનાની લક્ઝરી કાર સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ભરત ભરવાડે રાજકોટમાં રહેતા તેને મહેશ ગમારા નામના સગા પાસેથી આ પિસ્તોલની ખરીદી કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભરત ભરવાડે બે કરતા વધારે ફાયરીંગ કર્યા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસને તેની પાસેથી ખાલી મેગઝીન મળી આવી હતી. જેથી હકીકતમાં કેટલાં રાઉન્ડ ફાયરીંગ થયા તેને લઇને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. માનસ કોમ્પ્લેક્સની આસપાસ નિયમિત રીતે કેટલાંક માથાભારે તત્વોનો ત્રાસ રહે છે. એકવાર જન્મદિવસની ઉજવણી માટે રાતના સમયે મ્યુઝિક બેંક મંગાવીને ધમાલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News