Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂ અને બીયરનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • October 26, 2023 

ગાંધીનગર ચોટીલા રાજકોટ હાઇવે ઉપર ભીમગઢ ગામ તરફ જવાના રસ્તે હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીનાં આધારે ટાઉન બીટમાંથી પસાર થતા કન્ટેનર ટ્રકમાંથી બોગસ બીલ્ટી સાથે ઇંગ્લીશ દારૂ બીયરનાં જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.



પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલાના નજીક એક કન્ટેનર ટ્રકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો જતો હોવાની હકીકત હેડ કોન્સ્ટેબલને મળેલ જેને આધારે પી.આઇ. તથા ટીમે વોચ ગોઠવી ભીમગઢ તરફ જવાના રસ્તે બાતમી વાળી ટ્રકને અટકાવી તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 1680  તેમજ બિયર ટીન નંગ 5880 રૂપિયા 12,18,000 ટ્રક અને મોબાઈલ સાથે મહારાષ્ટ્રનાં સાંગલી જીલ્લાના આટપાડી તાલુકાનાં તલેવાડી શિંદેબસ્તીના રહીશ ચાલક હનુમંત દત્તુ શિંદે મરાઠાને કુલ રૂપિયા 17,23,000/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડાયેલા શખ્સ તેમજ જથ્થો ભરી આપનાર રાહુલ કદમ (રહે.માલીપાડી તા.સાંગલી) અને એક મોબાઇલ નંબર ધારક શખ્સ, દારૂનો જથ્થો મંગાવનાર તથા દારૂના જથ્થાના વહન માટે ટ્રક આપનાર ટ્રકનો માલિક તથા વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News