વાંસદાના પ્રતાપનગર મોટા ફળિયા ખાતે રહેતા ધ્વનિ હિતેન્દ્રભાઈ પટેલ રાતે તેના મિત્ર સ્મિત મહેશભાઈ પટેલ સાથે સ્પલેન્ડર બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ચીખલી તાલુકાના સારવણી ગામના મોરા ડુંગરી ફળિયા પાસે સામેથી આવતી બાઈકના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવતા અને સામેથી અકસ્માત કરતા ધ્વનિ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતુ.
જ્યારે બાઈક ઉપર પાછળ બેસેલ તેના મિત્ર સ્મિત પટેલને શરીરે ઈજા થતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ધ્વીન પટેલના મોતને પગલે તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ હસમુખભાઈ અમ્રતભાઈ પટેલ (રહે, પ્રતાપનગર મોટા ફળિયા તા.વાંસદા)એ ચીખલી પોલસ મથકે કરતા પોલીસે પેશન પ્રો બાઈકના ચાલક હિરલ ભગુભાઈ પટેલ (રહે.કાકડવેલ વડ ફળિયા, તા.ચીખલી) વિરુદ્ધ ગુનો નોંધી બનાવની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application