Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નવી પોલીસ લાઈનમાં રહેતી મહિલા એ.એસ.આઈ.નો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો

  • November 11, 2023 

વ્યારા નવી પોલીસ લાઈનમાં રહેતા એક મહિલા એ.એસ.આઈ. જયશ્રીબેન પટેલનું ઘરના સોફા ઉપર મૃત હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પરિવારમાં ગમગીન છવાઈ ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લામાં 181 મહિલા હેલ્પલાઇનમાં વુ.એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન કીકુભાઈ પટેલ (ઉ.વ.52)નો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. વ્યારા નવી પોલીસ લાઈનમાં B-4, રૂમ નંબર-148માં રહેતા જયશ્રીબેન પટેલ પોતાના ઘરમાં બેઠક રૂમમાં મુકેલ સોફા ઉપર કોઈક અગમ્ય કારણસર મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે વ્યારા પોલીસ મથકે જગદીશભાઈ શાંતારામભાઈ પાટિલે જાણ કરી હતી. જોકે અચાનક મહિલા એ.એસ.આઈ.નાં નિધનને લઈ પોલીસ પરિવારમાં તેમજ પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application