Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા કલેક્ટરે વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા સુચના આપી

  • February 21, 2023 

નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લા તંત્રની દરેક વિભાગની વહીવટી પ્રક્રિયા સુગમ અને પ્રજાજનો માટે સરકારી લાભો સુલભ બને તથા લોકોના ઉદ્ભવતા પ્રશ્નોનું ત્વરિતપણે નિરાકરણ લાવવાના હેતુસર નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતા અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી.






જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને ધારાસભ્ય દ્વારા બેઠકમાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન કાર્ડ, આવાસ, સિંચાઇ સુવિધા, નલ સે જલ યોજના, રેતી ખનન, આદિજાતિ વિકાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તાની કામગીરી, જિલ્લા રોજગાર ભરતી સહિત બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.





બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કર્યા બાદ ઉપસ્થિત સંબંધિત અધિકારીઓએ કરેલી કાર્યવાહી અંગે ઉત્તરો આપ્યા હતા. વધુમાં કામગીરી અંગે સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહિને જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે કેટલાક રચનાત્મક સૂચનો કરીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News