મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં બાલપુર ગામ અને બંધારપાડા ગામથી દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો મંગળવાર અને બુધવારનાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બાલપુરનાં પાટીયા પાસે એક દુકાન ધરાવતા લીસ્ટેડ બુટલેગર પીયુષભાઈ ઉર્ફે પ્રિયજ મોતિસિંગ ગામીત નાની દુકાન ઉપર રેઈડ કરતા લીસ્ટેડ બુટલેગર હાજર નહિ મળી આવતાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો. જયારે પોલીસે દુકાનમાં તથા દુકાની આસપાસ તપાસ કરતા દુકાનની પાછળનાં ભાગે એક મીણીયા કોથળામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની છૂટક અલગ અલગ બ્રાંડની બાટલીઓ મળી આવી હતી.
જયારે બુધવારનાં રોજ બંધારપાડા તરફથી બે યુવકોને નંબર વગરની મોપેડ ઉપર પ્રોહી. જથ્થો લઈ સરૈયા તરફ આવે છે જે બાતમીનાં આધારે સરૈયા ચોકડી ખાતે વોચમાં હતા તે દરમિયાન નંબર વગરની મોપેડ ઉપર આવ્યા બે યુવકો ઝડપાયા હતા જેમાં ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સાહિલકુમાર સંદિપભાઈ ગામીત (રહે.ધામણદેવી ગામ, નિશાળ ફળિયું, તા.ડોલવણ) અને બીજા યુવકનું નામ પૂછતા તેણે પોતાનું નામ આશિષ અર્જુનભાઈ કોંકણી (રહે.ધામણદેવી ગામ, નિશાળ ફળિયું, તા.ડોલવણ)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે મોપેડની ડીકીમાં જોતા ડીકીમાંથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂની બોટલે મળી હતી. બનાવ અંગે પોલીસે ઝડપાયેલા બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે એક લિસ્ટેડ બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500